Top
Connect Gujarat

કોંગ્રેસ સત્તા પર આવશે તો યુવાનોને બેરોજગારી ભથ્થુ આપશે

કોંગ્રેસ સત્તા પર આવશે તો યુવાનોને બેરોજગારી ભથ્થુ આપશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, અને જણાવવામાં આવ્યું હતુ કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યનાં લાખો બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થુ આપશે.

જેમાં બેરોજગાર અનુસ્નાતકોને દર મહિને 4000, સ્નાતકોને 3500 અને ધોરણ - 12 પાસને 3000 ભથ્થુ આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

આ અંગેની માહિતી આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,જિલ્લા કોંગ્રેસનાં પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતનાં કોંગ્રેસનાં આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it