Connect Gujarat

કોણ બનાવશે સરકાર? શિવસેના, એનસીપી કે પછી કોંગ્રેસ? જાણો આ પાંચ સમીકરણો.

કોણ બનાવશે સરકાર? શિવસેના, એનસીપી કે પછી કોંગ્રેસ? જાણો આ પાંચ સમીકરણો.
X

તમામ પક્ષોના ઇનકાર પછી, રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાનો વિકલ્પ

ભાજપ અને શિવસેના બાદ રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. જો તમામ પક્ષો સરકાર બનાવવા માટે નામી ભરે છે, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી અને રાજ્યમાં કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના અંગે સસ્પેન્સ યથાવત

છે. ભાજપ અને શિવસેના બાદ હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ત્રીજી સૌથી મોટી પાર્ટી

એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આવી સ્થિતિમાં, દરેકની નજર એનસીપી પ્રમુખ શરદ પવારના વલણ પર છે. બીજી

તરફ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી

સાથે પણ ફોન પર વાત કરી છે. આ પહેલા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સોમવારે

રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવા માટે થોડો વધુ સમય માંગ્યો હતો. ભાજપે

પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેની પાસે સંખ્યા નથી, તેથી તે સરકાર નહીં બનાવે.

પ્રથમ સમીકરણ

રાજ્યપાલે મંગળવારે રાત્રે 8.30 વાગ્યે એનસીપીને જવાબ

આપવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં, સરકારની રચનામાં કોંગ્રેસ તેની ગઠબંધન ભાગીદાર એનસીપીને સમર્થન આપી શકે છે.

પરંતુ એનસીપી શિવસેનાના ટેકા વિના સરકાર રચવાની સ્થિતિમાં નથી. બીજી તરફ શિવસેના

કોઈ પણ કિંમતે મુખ્યમંત્રી પદને ત્યાગવા તૈયાર નથી. માનવામાં આવે છે કે, એનસીપી રાજ્યપાલના પ્રસ્તાવને નકારી શકે છે. એનસીપીએ

શિવસેનાને સીધા ટેકો આપવા અંગે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી.

બીજું સમીકરણ

એનસીપી જો આ ઓફરને નકારે છે તો આવી સ્થિતિમાં

રાજ્યપાલ ચોથા નંબરના સૌથી મોટા પક્ષ કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.

પરંતુ કોંગ્રેસ માટે પણ એનસીપીની પરિસ્થિતિઓ અવરોધરૂપ બની રહેશે. શિવસેના કોંગ્રેસ

સરકારને ટેકો આપે તેવી સંભાવના ઓછી છે. વિચારધારાને કારણે પણ આ શક્ય નથી. આવી

સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવા માટે શિવસેના પાસે ટેકો માંગવાનું લગભગ

અશક્ય લાગે છે.

ત્રીજું સમીકરણ

જો તમામ પક્ષો સરકાર બનાવવાની ના પાડે છે, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી આર્ટિકલ 356

હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. જો કોંગ્રેસ અને એનસીપી બંને રાજ્યપાલના

આમંત્રણને નકારીને સરકાર બનાવવાનો ઇનકાર કરે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો માર્ગ

સાફ થઈ જશે. પરંતુ જો કોંગ્રેસ આગામી દિવસોમાં શિવસેનાને ટેકો આપવા આગળ આવે તો

એનસીપીના સમર્થનથી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ પાસે બહુમતીનો દાવો કરી શકે છે. આવી

સ્થિતિમાં શિવસેના કોંગ્રેસ-એનસીપીની મદદથી સરકાર બનાવી શકે છે.

ચોથું સમીકરણ

રાજકીય નિષ્ણાંતો ભાજપ સરકાર બનાવવાની સંભાવનાને

સંપૂર્ણપણે નકારી રહ્યા નથી. જોકે ભાજપે હવે સરકારની રચના અંગે હાથ ઉંચા કરી દીધા

છે, પરંતુ અન્ય કેટલાક પક્ષની મદદથી ભાજપ

ફરી એક વખત રાજ્યપાલ સુધી સરકાર રચવા માટે પહોંચી શકે છે. 2014માં પણ ભાજપે બહુમતી

પ્રાપ્ત ન થતાં એનસીપીના સમર્થનથી સરકાર બનાવી હતી. જોકે, બાદમાં શિવસેનાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું.

પાંચમો સમીકરણ

જો રાજ્યપાલને લાગે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી

પણ કોઈ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી, તો તે રાજ્યમાં વચગાળાની ચૂંટણી માટે સલાહ આપી શકે છે. રાષ્ટ્રપતિ શાસન

લાદ્યા પછી, રાજ્યની તમામ સત્તા

રાષ્ટ્રપતિ પાસે સુરક્ષિત રહે છે. વિધાનસભાનું કામ સંસદ કરે છે. આ માટે બે

મહિનામાં સંસદની મંજૂરી લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં 6 મહિના અથવા

વધુમાં વધુ 1 વર્ષના સમય સુધી રહી શકે છે. જો રાષ્ટ્રપતિના શાસનના એક વર્ષથી વધુ

સમય આગળ ધપાવવો હોય તો, આ માટેની મંજૂરી

કેન્દ્રીય ચૂંટણી પંચની પાસેથી લેવી પડશે. આવી સ્થિતિમાં એક વર્ષ બાદ ફરીથી ચૂંટણી

થવાની સંભાવના નકારી શકાય નહીં.

Next Story
Share it