Connect Gujarat

કોરોનાને લઈ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કોરોનાને લઈ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
X

આજે પીએમ મોદીએ દેશનાં તમામ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોરોના વાયરસ અંગે ચર્ચા કરી હતી. જે બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાજ્ય સરકારે કરેલાં મહત્વપુર્ણ નિર્ણયોની માહિતી આપી હતી.

કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે. તથા નિરાધાર, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગોને પેન્શન એડવાન્સમાં ચૂકવાશે. સરકારી ઓફિસોમાં બિનજરૂરી પ્રવેશ કરવો નહીં. હવે એપોઇન્ટમેન્ટ લઈને જ ઓફિસમાં પ્રવેશ મળશે. સાથે જ નીતિન પટેલે લોકોને બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા અપીલ કરી હતી.

આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 હજાર લોકો વિદેશથી આવ્યા છે. વિદેશથી આવેલા તમામ લોકોની ચકાસણી જરૂરી છે. મેડિકલ સ્ટોર પર નિયત ભાવે વેચાય, દવાની અછત નહીં તેમ ડે.CM નીતિન પટેલે જણાવ્યું હતું. ભયભીત થવાની કોઈ સ્થિતિ નથી. કોરોના વાયરસ અંગે PM મોદી સાથે ચર્ચા કરી છે. કોરોના વાયરસ સામે લડવા આખો દેશ સશક્ત છે. PMએ તમામ રાજ્યોને બનતી મદદની ખાતરી આપી છે. દરેક રાજ્યોએ જરૂરિયાત મુજબ મુદ્દા મુક્યા હતા. મોટાભાગે વિદેશથી આવેલા લોકો સંક્રમિત છે. દરેક રાજ્ય પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે તેમ ડે.CM નીતિન પટેલે જણાવ્યું હતું.

Next Story
Share it