Connect Gujarat

કોરોના મહામારી : ચીન કરતાં અમેરિકા નીકળ્યું આગળ, 85594 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના મહામારી : ચીન કરતાં અમેરિકા નીકળ્યું આગળ, 85594 પોઝિટિવ કેસ નોંધાયા
X

કોરોના વાઈરસને વિશ્વના 195 દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ છે. 24 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 1 લાખ 24 હજાર 300 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

સૂત્ર અનુસાર જાણકારી મળી હતી કે ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસથી વધુ ખૂવારી બીજા દેશોમાં જોવા મળી રહી છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 85594 નોંધાયા છે, જ્યારે ચીનમાં 81340 નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકોના મોત થયા છે, સ્પેનમાં 4365 લોકોના અને ચીનમાં 3292 લોકોના મોત થયા છે.

Next Story
Share it