Connect Gujarat
Featured

કોરોના મહામારી : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,500ને પાર, 507ના મોત

કોરોના મહામારી : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,500ને પાર, 507ના મોત
X

કોરોના વાયરસથી દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,500ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 507 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્ય્ મંત્રાલયના આંકડા જણાવ્યા અનુસાર 12974 એક્ટિવ દર્દીઓ છે, જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.

Next Story