Connect Gujarat

કોરોના વાઇરસ : દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યામાં થયો વધારો,

કોરોના વાઇરસ : દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યામાં થયો વધારો,
X

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં વધીને 722 પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 50 દર્દી સાજા થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20 દર્દી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દેશના અત્યાર સુધીના આંકડા પર કહ્યું કે ભારતમાં સંક્રમણનો રેટ તુલનાત્મક રીતે સ્થિર છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં હજુ કોરોનાનું સંક્રમણ બીજા સ્ટેજ પર જ છે અને તેના સામુદાયિક સંક્રમણ સાથે જોડાયેલ ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલમાં કોઈ પૂરાવા સામે નથી આવ્યા.

કોરના સંક્રમણને રોકવા અને લોકડાઉનને કારણે લોકોને થઈ રહેલ મુશ્કેલીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17 રાજ્યોએ માત્ર કોરોનાની સારવાર માટે હોસ્પિટલોની પસંદગી કરી લીધી છે.

Next Story
Share it