Connect Gujarat

કોરોના વાઇરસ : સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ મળ્યા

કોરોના વાઇરસ : સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ મળ્યા
X

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવનારા કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગ પેસારો કરી દીધો છે. રાજ્યમાં બે કેસ પોઝિટિવ હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટી કરી હતી.

આ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીએ જણાવ્યું

કે, સુરતની યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી આવી હતી. જ્યારે રાજકોટનો યુવક સાઉદીના

મક્કાથી આવ્યો હતો. આ બન્ને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી અને બન્નેની

સારવાર ચાલી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે જણાવ્યું હતું કે, બન્ને દર્દીઓ પર

આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સરકારે રાજ્યમાં તમામ નાના-મોટા

જાહેર સ્થળો પર મેળાવડા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુક્યો છે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે

આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં પાર્ટી પ્લોટ, લગ્ન હોલ અને લગ્નની

વાડી બંધ રાખવામાં આદેશ આપ્યો હતો.

Next Story
Share it