Connect Gujarat

કોરોના વાયરસની અસર : બે સપ્તાહ માટે શાળા- કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ

કોરોના વાયરસની અસર : બે સપ્તાહ માટે શાળા- કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ
X

રાજયમાં કોરોના વાયરસના પગલે બે સપ્તાહ માટે શાળા અને કોલેજો બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. જો કે હાલમાં ચાલી રહેલી ધોરણ- 10 અને 12ની બોર્ડ પરીક્ષા તેના નિર્ધારીત ટાઇમ ટેબલ પ્રમાણે લેવામાં આવશે.

મુખ્યમંત્રી

વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કોરોના વાયરસના સંદર્ભમાં ઉચ્ચ

સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ

એ આ બેઠકની વિગતો આપતા જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને

સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા

છે.રાજ્યમાં શાળા કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી

કાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે.હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત

રહેશે. આ ઉપરાંત રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.રાજ્યમાં જાહેર

સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ

પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો

દંડ સ્થાનિક

સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ધાર્મિક સંસ્થાઓ તથા સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ સહિતના

કાર્યક્રમો બે સપ્તાહ સુધી સ્થગિત રાખવા સુચના આપવામાં આવી છે.

Next Story
Share it