Connect Gujarat

કોરોના વાયરસનો હાહાકાર : હોંગકોંગમાં પાલતું કુતરાઓને ચુંબન કરવા પર પ્રતિબંધ

કોરોના વાયરસનો હાહાકાર : હોંગકોંગમાં પાલતું કુતરાઓને ચુંબન કરવા પર પ્રતિબંધ
X

ચીનમાંથી શરૂ થયેલો કોરોનો વાયરસ હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. ભારત સહિત વિશ્વના 10 જેટલા દેશોમાં કોરોના વાયરસની અસરગ્રસ્ત દર્દીઓ નોંધાયાં છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ દેશોમાં સલામતી અને સુરક્ષા માટેના પગલાં ભરવામાં આવી રહયાં છે.

યુરોપમાં

આવેલાં ઇટાલીની વાત કરવામાં આવે તો ઇટાલીમાં શાળા, કોલેજો અને યુનિવર્સિટી 15 માર્ચ સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો

છે. આ ઉપરાંત ત્યાંની સરકારે ત્રણ એપ્રિલ સુધી દેશમાં યોજાનાર

તમામ પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દર્શકોને જવા પર પ્રતિબંધ મુક્યો

છે. તો બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું

છે કે, જે

કર્મચારીઓ પોતાની જાતને કોરોના વાયરસથી બચાવવા નોકરીથી દુર રહેવા માંગતા હોય તેવા

કર્મચારીઓને રજા પર જવાના પહેલા દિવસે બિમારી ભથ્થુ આપવામાં આવશે. ચીન બાદ કોરોના

વાયરસથી સૌથી વધારે પ્રભાવિત ઇરાનમાં તમામ મુખ્ય શહેરોમાં શુક્રવાર રોજ યોજાનારી

જુમેની નમાજને રદ્દ કરી છે. આ ઉપરાંત કોરોના વાઈરસના ડરથી સરકારે જેલોમાં બંધ 54 હજાર કેદીઓને થોડા સમય માટે મુક્ત કરવાનો

નિર્ણય કર્યો છે. ચીનની પાડોશમાં આવેલાં હોંગકોંગમાં સરકારે લોકોને પોતાના પાલતુ જાનવરોને કીસ

નહીં કરવા સુચના જારી કરી છે.

Next Story
Share it