Connect Gujarat

કોરોના વાયરસ : ગુજરાતની તમામ કોર્ટોને બંધ રાખવા માટે રજુઆત કરાઇ

કોરોના વાયરસ : ગુજરાતની તમામ કોર્ટોને બંધ રાખવા માટે રજુઆત કરાઇ
X

કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ જ્યારે ચિંતિત છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપ પટેલે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈ કોર્ટને પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના કારણે જ્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજો, સ્નાનાગાર, ઓડિટોરિયમ, મલ્ટિપ્લેક્સ સહિતના જાહેર સ્થળોને બંધ રાખવા આદેશ કરવામાંઆવ્યાં છે. ત્યારે ગુજરાતની તમામ કોર્ટોને પણ બંધ રાખતો આદેશ બહાર પાડવામાં આવે તે જરૂરી છે.

રાજકોટમાં જુદા જુદા જજની 45 કોર્ટ આવેલી છે ત્યારે આ તમામ કોર્ટમાં સરેરાશ 100 કેસ ગણવામાં આવે તો પણ ૪,૫૦૦ કેસમાં રોજ વકીલો બંને પક્ષના પક્ષકારો તેમજ પોલીસ સહિતનાઓ હાજર રહેતા હોય છે. તો સાથોસાથ કોર્ટમાં ફરજ બજાવતાં અધિકારીઓ પણ હાજર રહેતા હોય છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે એક સંકુલમાં એકઠા થાય ત્યારે કોરોના વાયરસનો ખતરો વધી જતો હોય છે. આવા સંજોગોમાં સલામતીના કારણોસર રાજકોટ સહિત રાજયની તમામ કોર્ટોને કોરોના વાયરસનો ખતરો ટળી જાય ત્યાં સુધી બંધ રાખવી હિતાવહ રહેશે.

Next Story
Share it