Top
Connect Gujarat

કોલક્તામાં શહેનશાહ અમિતાભ બચ્ચનનું મંદિર બનાવામાં આવ્યું

કોલક્તામાં શહેનશાહ  અમિતાભ બચ્ચનનું મંદિર બનાવામાં આવ્યું
X

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ સરકાર - 3 આ શુક્રવારે સિનેમાઘરો માં રિલીઝ કરવાં આવી હતી, એ સાથે જ તેના કદથી પણ ઉંચી મૂર્તિ કોલક્તાના એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે, જેને કોલકાત્તાની તમામ બંગાળી પ્રશંસકોએ ભેગા મળીને બનાવી છે.

અમિતાભ બચ્ચનઆ પ્રતિમાને સુબ્રતા બોસે બનાવી છે, અમિતાભ બચ્ચન ફેન્સ એસોસિએશન ના પ્રદેશ સચિવ સંજય પટોડીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે અમિતાભ બચ્ચનની ફિલ્મોની સફળતા માટે પ્રાર્થના કર્યા બાદ તેને સમર્પિત એક મંદિરમાં તેમની એક પ્રતિમા સ્થાપિત કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે છ ફૂટ બે ઈંચ લાંબી ફાઇબરગ્લાસની પ્રતિમા શહેનશાહની અસલી લંબાઇથી થોડી વધુ લાંબી છે.

Next Story
Share it