Connect Gujarat

કોહલી વર્લ્ડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજા ક્રમે

કોહલી વર્લ્ડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજા ક્રમે
X

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં બે બેવડી સદીઓ સાથે 610 રન ખડકનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે.

કોહલીએ તેના શાનદાર પર્ફોમન્સને સહારે ત્રણ સ્થાનનો કુદકો લગાવતા ટેસ્ટ વિશ્વના સેકન્ડ બેસ્ટ બેટ્સમેન તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. હવે કોહલી અને ટેસ્ટના વર્લ્ડ નંબર વન બેટ્સમેન સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર 45 પોઈન્ટ્સનું અંતર જ છે. આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટોપ - 10માં કોહલી ઉપરાંત ભારતના ચેતેશ્વર પુજારાએ સ્થાન જાળવ્યું છે અને હાલમાં તે ચોથા ક્રમે છે.

Next Story
Share it