Connect Gujarat
ગુજરાત

ક્રિકેટના કાશીથી પ્રસિધ્ધ જામનગરમાં પણ જોવા મળ્યો ક્રિકેટ ફિવર..!

ક્રિકેટના કાશીથી પ્રસિધ્ધ જામનગરમાં પણ જોવા મળ્યો ક્રિકેટ ફિવર..!
X

વર્લ્ડકપ વિજેતા બનવા માટે જે બે ટીમોને હોટફેવરીટ માનવામાં આવે છે તે ટીમો પૈકી એક યજમાન ઇંગ્લેન્ડની ટીમ અને બીજી ભારતીય ક્રિકેટ ટીમ છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની પસંદગી અને તેના પરફોમન્સને જોતા ભારત વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રીજી વખત વિજય બનવા માટે પ્રબળ દાવેદાર છે ભારતીય ક્રિકેટ ટીમના ચાર ઓલ રાઉન્ડરમાં નો એક ખેલાડી રવિન્દ્ર જાડેજા જામનગરનો વતની હોય સ્વભાવિક છે.

જામનગરીઓ માટે આ વર્લ્ડકપનું મહત્વ વધુ છે. જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલ હોટલ કલાતીતના કાફેસ્તા રેસ્ટોરન્ટને વર્લ્ડકપના રંગે રંગી દેવામાં આવ્યું છે. હોટલનું મેનું પણ ટીમ અને ખેલાડીઓના નામ પરથી વાનગીના નામ રાખવામાં આવ્યા છે. તેમજ રેસ્ટોરન્ટમાં મહાકાય બેટ, ક્રિકેટરોના ફોટા અને કેપ્ટનના ફોટા અને કાફેસ્તા રેસ્ટોરન્ટમાં આવતા નગરજનો વર્લ્ડકપ મેચ લાઇવ જોઇ શકે તે માટે મોટા સ્ક્રીન પર મેચનું લાઇવ પ્રસારણની વ્યવસ્થા પણ કરાવામાં આવી છે. જામનગરમાં આગામી વર્લ્ડકપને લઇને નગરના ખેલાડીઓ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઇચ્છી રહ્યા છે કે ભારતની ટીમ વર્લ્ડકપ જીતીને ભારત લઇ આવે અને આ જીતમાં રવિન્દ્ર જાડેજાનો સિંહફાળો હોય.

Next Story