Connect Gujarat
ગુજરાત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં થયો ચોરીનો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં થયો ચોરીનો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ
X

રાજકોટમાં આવેલી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે જ્યારે હોટલના સ્ટાફે હોટલ ખોલી તો જોયુ કે હોટલની અંદર સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો.

હોટલના સ્ટાફે તાત્કાલિક ધોરણે માલિક નયનાબા જાડેજાને ફોન કરી જાણ કરી હતી.અને ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો હોટલ પર તપાસ અર્થે આવી પહોચ્યા હતો. અને પોલીસે હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવીને તપાસ હાથધરી છે.

જોકે આ સમગ્ર મુ્દ્દે મિડિયા સમક્ષ નયનાબા જાડેજાએ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ સમગ્ર મામલો હાલ પોલીસ તપાસનો હોવાનુ જણાવ્યુ હતુ.

Next Story