Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ક્રિકેટર હરભજનસિંહ પોતાના ગીતથી ચાહકોને કરશે દિવાના

ક્રિકેટર હરભજનસિંહ પોતાના ગીતથી ચાહકોને કરશે દિવાના
X

ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર હરભજનસિંહે હવે સંગીત ક્ષેત્રે નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટર હરભજનસિંહને હવે તેના ફેન્સ ગીત ગાતો જોવાના છે. તેનું પહેલું ગીત ડિસેમ્બર મહિનામાં લોન્ચ થવાનું છે. પોતાના કરિયરની નવી ઇનિંગની વાત ભજ્જીએ સોશિયલ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ અને માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી.

હરભજન હવે ઓલરાઉન્ડર બનવા માટે સજ્જ થઇ રહ્યો હોય એમ જણાઇ રહ્યું છે. હરભજને અગાઉ અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે અને ડાન્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ ઠૂમકા લગાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં હરભજનનું પહેલું ગીત લોન્ચ થવાનું છે. આ ગીતને કમ્પોઝ મિથુન કરવાનો છે. હરભજન અત્યારે ગીત શીખવાની તાલીમ લઇ રહ્યો છે. આ ગીત અડધું હિન્દી અને અડધું અંગ્રેજી ભાષા એમ હિંગ્લિશ ગીત હશે.

Next Story
Share it