Top
Connect Gujarat

ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું નવા વર્ઝનનું 10 માર્ચે ટેસ્ટ કરવામાં આવશે

ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું નવા વર્ઝનનું  10 માર્ચે ટેસ્ટ કરવામાં આવશે
X

ભારતીય ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું નવુ વર્ઝન DRDO દ્વારા 10 માર્ચના રોજ ટેસ્ટ કરવામાં આવશે.

આ નવા અપગ્રેડ વર્ઝનની મારણ ક્ષમતા 290 કિમી થી વધારીને 450 કિમી કરવામાં આવી છે. તેમજ રશિયા સાથે મળીને બનાવેલ આ બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનથી લશ્કરી દળોને ઘણો ફાયદો થશે.

આ અંગે DRDO ના ચીફ એસ.ક્રિસ્ટોફરે જણાવ્યુ હતુ કે DRDO બ્રહ્મોસના આ નવા વર્ઝનના ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ MTCR ના બંધનો આ પરીક્ષણની પરવાનગી આપતા નથી.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે હવે બીજી એક મિસાઈલ કે જેની મારણ ક્ષમતા 800 થી 850 કિમી ની હોય તેનું ઉત્પાદન 2.5 વર્ષમાં કરવામાં આવશે. તેમજ બ્રહ્મોસ અને હેલીના એન્ટી-ટેન્ક મિસાઈલના એક્સપોર્ટની તકો પણ છે.

Next Story
Share it