ખંભાત માં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

આણંદ જિલ્લામાં ગઇ કાલે પડેલા ભારે વરસાદના પગલે ખંભાતનગરમાં ભરાયેલા પાણી ઓસરી જતા આજે વહેલી સવારથી જ સાફ સફાઇ અને દવા છંટકાવ ના કાર્યનો પ્રારંભ કરાયો હતો. એ જ પ્રમાણે વિધાનગરી વિધાનગરમાં પણ પાણી ઓસરી જતા દવાનો છંટકાવનો પ્રારંભ આરોગ્ય વિભાગ દ્વારા કરાયો હતો.આજે દિવસ દરમિયાન જીલ્લાભરમાં જ્યાં જ્યાં વૃક્ષ પડેલા હતા તે દુર કરવામાં આવ્યા હતા. અને રસ્તાઓના થયેલા ભંગાણનું પણ સમારકામ કરાવવામાં આવ્યુ હતુ.હજુ પણ ભારે વરસાદની શક્યતાઓને ધ્યાને લઇ SDRF ની ટીમ ને તહેનાત કરવામાં આવી છે. અને સમગ્રયતા જિલ્લાનું વહિવટીતંત્ર અને રાહતબચાવ કાર્યની ટીમો સતત કાર્યરત છે.
[gallery td_gallery_title_input="ખંભાત માં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે" td_select_gallery_slide="slide" size="large" ids="106050,106048,106044,106045,106047,106049,106051"]
ખંભાતમાં ભારે વરસાદને પગલે કલેકટર દિલીપ રાણા ,જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને સમગ્ર્યતા ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ ખંભાત ખાતે પહોંચી હતી.ખંભાત શહેરના નીચાણ વાળા વિસ્તારો માંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. વ્યક્તિઓને આશ્રયસ્થાનમાં આશરો આપવામાં આવ્યો હતો.આ બધા જ વ્યકિત માટે રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થળાંતર કરાયેલા વ્યક્તિઓને ગઇકાલથી જ સારી વ્યવસ્થા અને ભોજનની સ્થાનિક તંત્ર દ્વારા કાળજી લેવામાં આવી હતી.
ખંભાત નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર ની ટીમે દિવસ દરમિયાન અને રાત્રે સેવા આપી હતી.જોકે વરસાદ દિવસ દરમિયાન થંભી ગયો હતો. છતાં ચોકસાઈ રખાઈ હતી.કલેકટર દિલીપ રાણાએ ગઇ રાત્રિ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ ખાતે બેસીને સમગ્ર જિલ્લામાં કામ કરી રહેલ અધિકારીઓ અને ટીમોનું માર્ગદર્શન કર્યું હતું. કલેક્ટરે ગઇ રાતથી આજે પણ દિવસ દરમ્યાન કંટ્રોલરૂમ ખાતે આવેલી નાગરિકોની ફરીયાદોના નિવારણ માટે કાર્યરત ટીમોને તાકીદ કરી હતી. આણંદ નગર પાલિકાની ટીમે આણંદ શહેર માં રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવા અને રસ્તો અવર-જવર માટે સરળ કરવાની સતત કામગીરી કરી હતી.
ચીફ ઓફિસર આણંદની ટીમ દ્વારા આણંદ શહેરમાં જ્યાં જ્યાં વૃક્ષો પડયા હતા તે તમામ દૂર કરવાની કામગીરી કરી હતી.ગઈકાલ થી તમામ સરકારી કર્મચારીઓ,અધિકારીઓ છેક ગ્રામ્ય સ્તર સુધી ફરજ પર કાર્યરત છે.અને કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં છે.
આજે પણ જિલ્લા નું સમગ્ર તંત્ર સાબદુ છે. અને પોતાની ફરજ ઉપર છે.આણંદ જિલ્લામાં ભારે વરસાદી માહોલ ના કારણે ઝાડ પડવ, અને નમી ગયેલા ઝાડ ને દૂર કરી રસ્તા સલામત કર્યાં હતા, આ ઉપરાંત જે રસ્તાને પાણીના વહેણ ના કારણે નુકસાન થયું હતું તેને પણ સરખા કરી અવરજર ને સલામત કરવામાં આવી રહ્યા છે.
ખંભાત શહેર માં ગઈ કાલે પડેલા ધોધ માર વરસાદ ના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં ના લોકો નું સલામત જગાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.અને તેઓની સારી રીતે વ્યવસ્થા અને કાળજી લેવામાં આવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT