• લાઇફસ્ટાઇલ
વધુ

  ખડે રહો ઔર અડે રહો : ઋષિ દવે

  Blog by : Rushi Dave

  Must Read

  વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

  ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...

  અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી...

  ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

  કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી...
  Rushi Dave
  Author & Senior Journalist

  શુક્રવાર, તા. ૨૦મી સપ્ટેમ્બર ‘કરોડપતિ’માં કર્મવીર તરીકે રાજસ્થાન બાડમેરથી ‘રોમાદેવી’એ હોટસીટને શોભાવી. એમની સાથે એમના પિતા શ્રી, એમની એન.જી.ઓ.ના સેક્રેટરી અને સાતેક એન.જી.ઓ.માં કામ કરી પગભર બનેલી મહિલાઓ આવી હતી.

  ‘ઘૂંઘટ’ જે વિસ્તારની ઓળખ, એ પણ આખું મોઢું ઢંકાય એમ ઓઢવાનો, ઘરની બહાર, રસ્તા પર કે આસપાસના ગામમાં મહિલાઓથી ન જવાય એવો કડક કાનૂનને બોલ્યા ચાલ્યા વગર અનુસરતી રાજસ્થાની ઓરતોમાં એક તે રોમાદેવી. નાની ઉંમરે પરણીને સાસરે આવી, ઘરકામ સિવાય કશું જ કરાય નહિ, રોમાદેવીનો અભ્યાસ માત્ર આઠ ધોરણ. રોમાદેવી માતા બન્યા, પુત્ર ચાર વર્ષનો થયો અને ગામના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના ડોકટરે કહી દીધું આ છોકરાનો ઈલાજ મોટા શહેરની મોટી હોસ્પિટલમાં શક્ય છે. આર્થિક સ્થિતિ એટલી નબળી કે રોમાદેવી કહે છે કે મારી આંખ સામે પૈસાના અભાવે એનું મૃત્યુ થયું. આ ઘટનાને રોમાદેવીમાં કંઈક કરવું જોઈએ આર્થિક સંકડામણમાં પરિવારને બહાર લાવવાને નાનીએ શીખવેલું કઢાઈ કામ (હસ્ત ગુથણ) એમ્બ્રોડરી વ્યવસાય રૂપે કરીયે અને નાણાંની ચુંગાલ માંથી પરિવારને બહાર લાવીએ નિર્ણય પાર પાડવા ઘરનો ઉંબરો ઓળંગવો પડે, સંકુચિત મનના ગામના પુરુષોના તાના સાંભળવા પડે સાસુજીનો અણગમો વ્હોરી ઘરની બાજુમાં પ્લાસ્ટર પણ ન કરેલી ભીંતવાળુ મકાન ભાડે લીધું. કઢાઈકામ ગામની અન્ય બહેનોને પણ શીખવીયે ઉત્પાદન વધે, એમનો માનસિક વિકાસ થાય, એ વાત નાના નાના મંડળો સ્થાપી એમને ગળે ઉતારી જે બહેનોએ તૈયારી બતાવી એમની સાથે સમયપત્રક તૈયાર કર્યું અને એક મશીન લાવી ચાર બહેનોએ કઢાઈ કામના શ્રી ગણેશ કર્યા. પર્સ, ચટ્ટાઈ, પડદા, બેડશીટ, પટ્ટા, પીલો કવર એમ ક્રમશઃ ઉત્પાદન થતું ગયું ૪ ની ૪૦ થઇ, ૪૦૦ ની ૪૦૦૦ થઇ અને આજે ૨૨૦૦૦ મહિલાઓ આ કામ કરી ઘર, પરિવારની સૂરત બદલે છે, અને ‘ઘૂંઘટ’ પહેરીને કામ કરતી સ્ત્રી દિલ્હી, જયપુર, મુંબઈ જઈને ઓર્ડર ફાઈનલ કરે છે.

  આટલી પ્રગતિની અંધારીગલીએ છે કે આજે પણ મહિલા ગુડ (ગોળ) અને ઘી ઘરના ભોજનમાં ખાઈ ન શકે એ તો માત્ર પુરુષવર્ગને મળે. પ્રસુતિમાં છોકરી આવે તો વડીલવર્ગ નારાજ. જલ્દીથી એના લગ્ન કરવાની વેતરણમાં લાગી જાય. રોમાદેવી આજસુધીમાં થિયેટરમાં ત્રણ ફિલ્મો જોઈ છે. સૂર્યવંશમ, સોનાક્ષી સિંહાની દબંગ અને ત્રીજી સુઇધાગા.

  રોમાદેવી રાજસ્થાની કસાયેલું શરીર, ગૌરવર્ણ, સુંદર, આકર્ષક, સ્પષ્ટ ઉચ્ચાર. રોમાદેવી સામે મળે તો પ્રણામ કરીયે તો કોઈપણ પુરુષ અંદરથી પવિત્ર બની રહ્યો છે એવું અનુભવે. જર્મનીના આમંત્રણને માન આપીને ત્યાં પણ પ્રદર્શનમાં જઈ આવ્યા. ખૂબ ઠંડી એટલે અઢળક કપડાની સાથે જમવાનું બધું જ સીધું સાથે લઇ ગયા, પ્રદર્શનમાં વિદેશીઓને રાજસ્થાનની વાનગી ચખાડી, કાપડ, દોરો સોય લઇ લાઈવ એમ્બ્રોડરી કરી જેને જોવા લોકો ઉમટી પડ્યા.

  કર્મવીરમાં રોમાદેવીને જોવાની મઝા આવી, જબરજસ્ત કારણ હોટસીટની સામે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એન્કર હતા. રૂપિયા બાર લાખ રોમાદેવીની સંસ્થાને મળ્યા. સોનાક્ષી સિંહા એના માતૃ શ્રી પૂનમ સિંહા શોભાના ગાઠિયા હતા, બલ્કે સોનાક્ષીએ અક્કલનું પ્રદર્શન કર્યું, આ તો AB જેણે બાજી સંભાળી રાત્રિના અગ્યારે હૂટર વાગે ત્યાં સુધી દર્શકોને જકડી રાખ્યા. રોમાદેવી ઘણું જીવો. AB શતમ જીવ શરદ :

  1 COMMENT

  1. Salutes … Vandan to Devi…. in true sense. Just great रूहानी शक्ति।
   Rushibhai, u have truley narreted d Real Royal Parsonality. Thank u for this. Regards.

  Comments are closed.

  Latest News

  video

  વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

  ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું...
  video

  અંકલેશ્વર : અહેમદ પટેલના નિધનના પગલે ગોયાબજાર વેપારીમંડળ પાળશે એક દિવસનો શોક

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી મંડળ દ્વારા એક દિવસનો શોક વ્યક્ત કરવામાં આવશે.
  video

  ભરૂચ : દેવોની નિંદ્રા ત્યજવાના પર્વ તુલસી વિવાહની કરવામાં આવી ઉજવણી

  કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી છે. બુધવારના રોજ ભરૂચ સહિત...
  video

  રાજકોટ : બિલ્ડીંગના 12માં માળેથી યુવકે લગાવી મોતની છલાંગ, ઘટના થઈ CCTVમાં કેદ

  રાજકોટમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર નામની...
  video

  અમદાવાદ : શહેરના બગીચાઓ હવે માત્ર ચાર કલાક માટે ખુલ્લા રહેશે, કોર્પોરેશને ફરીથી બદલ્યો નિયમ

  અમદાવાદમાં જે પ્રમાણે કોરોના સક્ર્મણ વધી રહ્યું છે તેને લઈને કોર્પોરેશન રોજ નવા નિયમો લાવે છે જેમાં અનલોક માં જે ગાર્ડન ખોલવામાં...

  More Articles Like This

  - Advertisement -