Connect Gujarat

ખેડા : લોકડાઉન વેળા મોપેડમાંથી નીકળ્યો સાંપ, પોલીસકર્મી અને ફાયરના જવાનોએ સાંપને પકડવા ઉઠાવી જહેમત

ખેડા : લોકડાઉન વેળા મોપેડમાંથી નીકળ્યો સાંપ, પોલીસકર્મી અને ફાયરના જવાનોએ સાંપને પકડવા ઉઠાવી જહેમત
X

દેશભરમાં જ્યારે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડા જિલ્લાના નડીઆદમાં એક મોપેડમાં અચાનક સાંપ દેખા દેતા પોલીસ સહિત ફાયરના જવાનોએ સાંપને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં

લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે બહાર નીકળતા હોય છે, ત્યારે નડીઆદ શહેરમાં આવેલ શ્રી સંતરામ મંદિર રોડ બપોરના સમયે એક વાહનચાલક

પોતાનું મોપેડ લઈ જઈ રહ્યો હતો, તે દરમ્યાન અચાનક

મોપેડમાં સાંપ દેખા દેતા વાહન ચાલક ગભરાઈ જઈ મોપેડ પરથી નીચે ઉતરી ગયો હતો. બનાવની

જાણ થતાં આસપાસના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને ફાયરના જવાનો તેની મદદે

પહોચી ગયા હતા. ફાયરના જવાનોએ મોપેડમાં પાણીનો મારો ચલાવી સાંપને બહાર કાઢવાનો

પ્રયાસ કર્યો હતો, પરંતુ સાંપ બહાર ન નીકળતા તાત્કાલિક

સ્નેક સ્નેચર ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે

ભારે જહેમતે સ્નેક સ્નેચર ટીમે મોપેડમાંથી 5 ફૂટ લાંબા સાંપને સહી સલામત રીતે પકડી

તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.

Next Story
Share it