Top
Connect Gujarat

ગંધાર સ્થિત ONGCનાં વેલ પરથી રૂપિયા 22 લાખની કિંમતના ટુલ્સની ચોરીથી ચકચાર

ગંધાર સ્થિત ONGCનાં વેલ પરથી રૂપિયા 22 લાખની કિંમતના ટુલ્સની ચોરીથી ચકચાર
X

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં ગંધાર આસપાસમાં ONGCનાં અનેક વેલ આવેલા છે. આ વેલમાં પ્રોડકશન ઓછું થાય તો એમાં વધારો કરવાનું કામ WSS વિભાગ કરે છે. ગંધાર સ્થિત વેલ નં. જી. 289 પર ટ્રી સેવર ટૂલ બોક્સ માંથી કિંમતી ઇકવિપમેન્ટ લાવારીશ મુક્યા હતા. જેને તસ્કરોએ નિશાન બનાવતા 22 લાખનાં સામાનની ચોરી થતા વાગરા પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી છે.

વાગરા તાલુકામાં ONGCનાં વેલ માંથી પ્રેશર ઓછું થતા પ્રોડક્શનમાં ઘટાડો નોંધાય એવા કિસ્સામાં ONGCએ ઉત્પાદન વધારવાનુ કામ વેલ્સ ટ્યુમ્યુલેશન સર્વિસીસને સોંપ્યુ છે.

આ કામગીરી દરમિયાન ટ્રી સેવરનો સામાન ટુલ બોક્સમાં મુકી લોક મારી વેલ નં. જી. 289 ની ખુલ્લી જગ્યામાં બીજી ઑગષ્ટનાં રોજ મુક્યો હતો.અને ટૂલ બોક્સને તસ્કરોએ નિશાન બનાવી લોક તોડી એમાં રહેલ 6 જેટલા ટુલ્સ કિંમત રૂ.22 લાખનો સામાન ચોરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે ડી.જી.એમ પ્રોડક્શનના રાજેન્દ્ર પ્રસાદે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story
Share it