Connect Gujarat
ગુજરાત

ગણેશ સુગર ખાતે વિદાય તથા સત્કાર સમારંભ યોજાયો

ગણેશ સુગર ખાતે વિદાય તથા સત્કાર સમારંભ યોજાયો
X

વાલીયા તાલુકા ખાતે આવેલ ગણેશ સુગર- વટારીયામાં તાઃ ૨૦-૦૬-૨૦૧૯ના રોજ મેનેજીંગ ડીરેક્ટર બનેસિંહ ડોડીયા અને ચીફ એકાઉન્ટન્ટ નરપતસિંહ સોલંકી વય નિવૃત્ત થતા તેઓનો વિદાય તેમજ સન્માન સમારોહનું આયોજન શ્રી ગણેશજી મંદિર ખાતે કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગની શરૂઆત સંકષ્ટ ચતુર્થી પણ હોવાથી ગણેશજી મંદિર ખાતે સંકષ્ટ ચોથ પુજા સાથે કરવામાં આવી હતી જેમાં સંસ્થાના ચેરમેન સંદિપ માંગરોલા, બોર્ડ ડીરેક્ટરઓ, સંસ્થાના નવ નિયુક્ત મેનેજીંગ ડીરેક્ટર કિશોરસિંહ માંગરોલા, ચીફ એકાઉન્ટન્ટ જયદિપસિંહ મહારાઉલજી સંસ્થાના સભાસદો, કામદાર-કર્મચારીઓ, ખેડૂત આગેવાનો, આગેવાન કેશરીસિંહ સાયણીયા, રીટાયર્ડ આઇ.પી.એસ. ભીમસિંગભાઇ વસાવા, મોટીવેશન પ્રણેતા દેવરાજભાઇ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વે ભાવિક ભક્તોએ સંકષ્ટ ચોથ પુજાનો લાભ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે સસ્થા દ્વારા દેવરાજભાઇ ચૌધરીના સાનિધ્યમાં કર્મચારી કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="99919,99920,99921,99922,99923,99924,99925,99926,99927,99928,99929,99930,99931,99932,99933,99934"]

જેમાં તેઓએ કર્મચારીઓ, બોર્ડં ઓફ ડીરેક્ટરો અને સંસ્થાના સભસદોને એક-મેક પ્રત્યે પ્રમાણિકતાથી એક કુટુંબના સભ્યો તરીકે કામગીરી કરી સંસ્થાના વિકાસમાં સહભાગી બનવા પર ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે આ સહકારી સંસ્થા છે દરેક વ્યકિતના મન મેળ થાય એ શકય ન પણ હોય પરંતુ સંસ્થાની કોઇપણ સમસ્યાના ઉકેલ માટે વિરોધ કરવા કરતા સંસ્થા પ્રત્યે એક-મેકની જવાબદારી સમજી સાથે મળીને એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઇએ તેમાંજ સંસ્થાનું હિત રહેલ છે. જે બાબતે ભલે કર્મચારી હોય મેનેજમેન્ટ હોય કે સસ્થાના સભાસદ હોય. તેમણે જણાવ્યુ હતુ કે દરેક કમચારીએ કર્મચારી તરીકે નહિ પણ પોતાના ફાળે આવતુ કામ કર્મયોગી બનીને કરશે તો આ સંસ્થા ઉત્તરો-ઉત્તર પ્રગતિના સોપાનો સર કરશે.

કર્મચારી કાર્યક્ષમતા કાર્યક્રમ બાદ સંસ્થાના વય નિવૃત મેનેજીંગ ડીરેક્ટર બનેસિંહ ડોડીયા અને ચીફ એકાઉન્ટન્ટ નરપતસિંહ સોલંકીનું સંસ્થાના ચેરમેન, બોર્ડ ઓફ ડીરેક્ટરો દ્વારા શાલ તેમજ પુષ્પગુંછ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું તેમજ તેઓને આગામી સમયકાળ માટે શુભેચ્છાઓ પાઠવી બંને અધિકારીઓને મોમેન્ટો અને સન્માન પત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથે-સાથે નવનિયુકત એમ.ડી. કિશોરસિંહ માંગરોલા તથા ચીફ એકાઉન્ટન્ટ જયદિપસિંહ મહારાઉલજીનો પણ પુષ્પગુંચ્છથી સન્માન કરી સંસ્થા પ્રત્યે પ્રમાણિકતા તેમજ નિષ્ઠા દાખવી સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાને લઇ કામગીરી કરવા શુભેચ્છા પાઠવી હતી.

નિવૃત મેનેજીંગ ડીરેક્ટર બનેસિંહ ડોડીયા તેમજ ચીફ અકાઉન્ટન્ટ નરપતસિંહ સોલંકીએ આ પ્રસંગે પોતાના જીવનના સંઘર્ષ વિશે વાત કરતા જણાવેલ કે દરેક કર્મચારીએ પોતાની જવાબદારીમાં આવતા કામ શિવાય ઉચ્ચ કામગીરી માટે હંમેશા તત્પરતા દાખવવી જોઇએ તો પ્રગતિ નિશ્ચિત જ છે. તેઓ એ સંસ્થામાં કાર્યકાળ દરમીયાન દરેક મેનેજમેન્ટ સાથે કરેલ કામગીરીના સંભારણા વાગોળ્યા હતા.

Next Story