Connect Gujarat
ગુજરાત

ગણેશ સુગર વટારીયા ખાતે સ્વ. કનકસિંહ કોસાડાની પ્રાર્થના સભા યોજાઈ

ગણેશ સુગર વટારીયા ખાતે સ્વ. કનકસિંહ કોસાડાની પ્રાર્થના સભા યોજાઈ
X

ગણેશ સુગર વટારીયાના યુવાન અને ઉત્સાહી ડીરેક્ટર કનકસિંહ દોલતસિંહ કોસાડાનું અકસ્માતમાં તા.૨૪મી નવેમ્બરના રોજ દુઃખદ અવસાન થતાં તેઓને શ્રધ્ધાંજલિ અર્પવા માટે ગણેશ સુગર વટારીયા હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

પ્રાર્થના સભાના અધ્યક્ષ અને ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાએ સ્વ. કનકસિંહ કોસાડાના અકાળે અવસાનથી ખુબજ દુઃખી

થઈ તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની શકિત આપે એવી પરમાત્માને

પ્રાર્થના કરી સદ્દગતે નિઃસ્વાર્થ કરેલા કાર્યોને બીરદાવ્યા હતા. તેઓના અવસાનથી

ખેડૂતો અને સમાજના કચડાયેલા વર્ગના લોકોએ પોતાના સાથી ગુમાવ્યાની લાગણી સભામાં

હાજર લોકોના ચહેરા ઉપર જોવા મળતી હતી.

સદ્દગતને શ્રધ્ધાંજલિ અર્પવા કિશાન મોરચના મહામંત્રી બળવંતસિંહ ગોહિલ,માનસીંગ દોડીયા, શેરખાન પઠાણ, સેવન્તુ વસાવા, મહેન્દ્રસિંહ કરમરીયા, સંસ્થાના વા.ચેરમેન કરશન પટેલ , મોતીસિંહ માટીએડા, રાકેશ સાયણીયા, તેમજ સંસ્થાના અન્ય ડીરેક્ટરો, સંસ્થાના કર્મચારી-કામદારો સહિત સહકારી આગેવાનો તથા

સદ્દગતના પરિવારનાં સભ્યોમાં ગેમલસિંહ કોસાડા, સુરેન્દ્રસિંહ કોસાડા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it