Connect Gujarat
ગુજરાત

ગાંધીજીની 150મી જન્મ જયંતિની રાજ્યભરમાં થશે ઉજવણી, CM ની અધ્યક્ષતામાં મળી બેઠક

ગાંધીજીની 150મી જન્મ જયંતિની રાજ્યભરમાં થશે ઉજવણી, CM ની અધ્યક્ષતામાં મળી બેઠક
X

સીએમ વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં 150મી ગાંધીજયંતિ માટે રાજ્યકક્ષા સમિતિની બેઠક મળી

આગામી ગાંધી જયંતિએ રાજ્યના તમામ ગામો-શહેરોમાં સવારે પ્રાર્થના સભા અને સ્વચ્છતા સફાઇ અભિયાન વ્યાપક જનસહયોગથી યોજાશે,જેમાં મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યોનો ખાસ કરીને બાળકો-યુવાનોમાં પ્રચાર-પ્રસાર થાય તેવા કાર્યક્રમો વર્ષ દરિમયાન યોજાશે,

અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ અને ભૂજ તથા ભાવનગરમાં ગાંધીજ્યંતિએ સાંજે પ્રતિષ્ઠિત ગાયકો દ્વારા પૂજ્ય બાપૂને પ્રિય ગાંધી ગીતો અને ભજનોના કાર્યક્રમો યોજાશે,મહાત્મા ગાંધીના અસ્પૃશ્યતા નિવારણ-સામાજીક સમરસતા-સ્વચ્છતા-સાક્ષરતા અને છેવાડાના અંત્યોદય ઉત્થાન-ગ્રામોત્થાનના જીવન કાર્યોને સમગ્ર રાજ્યના સમાજજીવનમાં સાકાર કરવાના કાર્યક્રમો ઉપાડવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ગાંધીજીની ૧પ૦મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠકમાં આગામી ર ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે ૭ વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ગરિમામય ઉજવણી રાજ્યમાં આગામી ર, ઓકટોબર-ર૦૧૮ થી ભવ્ય રીતે થાય અને મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યોનો ખાસ કરીને બાળકો, યુવાનો અને આવનારી પેઢીમાં પ્રચાર-પ્રસાર થાય તેવા કાર્યક્રમો આગામી સમગ્ર બે વર્ષ દરમિયાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ બધા જ સ્થળોએ સામૂહિક સફાઇ-સ્વચ્છતાના કાર્યક્રમો પણ જનસહયોગથી હાથ ધરાશે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભૂજ તથા ભાવનગરમાં ગાંધીજ્યંતિએ સાંજે પૂજ્ય બાપૂને પ્રિય ગાંધી ગીતો અને ભજનોના કાર્યક્રમો પ્રતિષ્ઠિત ગાયકો દ્વારા યોજવાનું પણ આ બેઠકમાં નક્કી થયું હતું.

આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન-કવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પોરબંદરનું કિર્તીમંદિર, નમક સત્યાગ્રહનું દાંડી, સ્વરાજ્ય આંદોલનનું પ્રેરણા કેન્દ્ર સાબરમતી આશ્રમ તેમજ ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે સમગ્ર વર્ષ દરમ્યાન ગાંધી આચાર-વિચાર પ્રેરિત કરતા કાર્યક્રમો વિશાળ પાયે સમાજના બધા જ વર્ગોની જનશકિતને જોડીને કરાશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્પૃશ્યતા નિવારણ, સામાજીક સમરસતા, સ્વચ્છતા, સાક્ષરતા, કેળવણી અને છેવાડાના અંત્યોદય માનવીના ઉત્થાન, ગ્રામોત્થાનના જીવન કાર્યોને સમગ્ર રાજ્યમાં સમાજજીવનમાં સાકાર કરવાના કાર્યક્રમો ઉપાડવામાં આવશે.

આ બેઠકમાં રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીના સભ્યો અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કાર્તિકેય સારાભાઇ, મહાદેવભાઇ દેસાઇ, મીરાબેન ચટવાણી, ભાવિનભાઇ રૂપાણી તેમજ નાણાંના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, પ્રવાસન અગ્ર સચિવ હૈદર, સમિતીના સભ્ય સચિવ અને રમત-ગમત સચિવ વી. પી. પટેલ પણ જોડાયા હતા.

Next Story
Share it