કુલ ૧૮ આરોપી અને ૨ લાખ ઉપરાંતની મત્તા કરાઇ જપ્ત

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આજે આશરે પાંચ વાગ્યાના સમયે વિજિલન્સે દરોડો પાડતા વલ્લી મટકાનો જુગાર રમી રમાડતા આશરે ૧૮ જુગરીયાઓને પકડી પાડી અટકાયત કરી હતી. જેથી આમોદ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા જુગારધામ અને જુગારીઓમાં ફફડાટ વ્યાપીજવા પામ્યો હતો.

આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના હે.કો.નટવરસિંહએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી જુગારધામ ઉપર દરોડો પાડતા ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા મેહબૂબ ફ્રુટવાલા (રહે. આમોદ), પૂનમ રાઠોડ ,ગુલામ મલેક (રહે. આછોદ), જયેન્દ્ર વસાવા (રહે. આમોદ), શાહિદ (રહે. જંબુસર), મુસ્તાક મલેક (રહે.જંબુસર), વિનોદ પંડ્યા (રહે.આસનેરા),ચીમન રાઠોડ (રહે.નાહિયેર), કરસન પરમાર (રહે.આમોદ), કાલિદાસ વસાવા (રહે.કાંકરિયા), અકબર (રહે.રોઝા ટંકારીયા), રાજેશ વસાવા (રહે.સોનામાં), રામસંગ રાઠોડ (રહે.નાહિયેર), કાલિદાસ રાઠોડ (રહે.ભીમપુરા),રાકેશ વસાવા,રાજેશ સોલંકી (બંન્નેવ રહે.આમોદ),વિજય રાઠોડ (રહે.વેળચા),મંગળ વસાવા (રહે.શ્રીકોઠી) મળી કુલ ૧૮ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગજડતી માંથી રૂપિયા ૬૩૩૧૧ તેમજ મોબાઈલ નંગ -૮ મોટરસાયકલ નંગ-૧ અને ટેમ્પો મળી કુલ ૨,૦૯૮૧૧ની મત્તા કબે કરી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

LEAVE A REPLY