Connect Gujarat
ગુજરાત

ગીર નેશનલ પાર્કમાં એકસાથે નવ સિંહો પાણી પીતા પડ્યા નજરે

ગીર નેશનલ પાર્કમાં એકસાથે નવ સિંહો પાણી પીતા પડ્યા નજરે
X

હમણાં થોડા સમયથી ગુજરાતના એશિયાઇ સિંહ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં માનવભક્ષી બનેલા સિંહના હુમલામાં કેટલાક લોકોએ પોતાના જીવ ખોયા છે અને ગીર વિસ્તારમાં સિંહ માનવભક્ષી બનતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે ફરી એકવાર મીડિયામાં એશિયાઇ સિંહ વિશેની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વખતે સિંહે કોઇ માનવ પર હુમલો કર્યો નથી. આ વખતે ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં સિંહોનું એક મોટું ઝૂંડ એકસાથે પાણી પીતુ નજરે ચઢ્યું હતું. નેશનલ પાર્કના કર્મચારીઓએ તેનો વીડિયો બનાવી લીધો હતો.

સિંહો પર બનાવવામાં આવેલા આ વીડિયોમાં એકસાથે નવ સિંહો પાણી પીતા નજરે પડે છે. જેમાં બે સિંહણ છે અને સાત બચ્ચા છે. નેશનલ પાર્કમાં થોડા થોડા અંતરે પાણી ભરવા માટે ખાડા તૈયાર કરવામાં આવ્યા છે. જેથી જંગલના પ્રાણીઓને પાણી માટે તકલીફ ન પડે.

Next Story
Share it