Connect Gujarat
ગુજરાત

ગુજરાતના નાથ ની સાંજે થશે જાહેરાત,શું નીતિન પટેલ પર ઢોળાશે પસંદગી નો કળશ ?

ગુજરાતના નાથ ની સાંજે થશે જાહેરાત,શું નીતિન પટેલ પર ઢોળાશે પસંદગી નો કળશ ?
X

આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બીજેપીના ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી અને સરોજ પાંડે ઉપસ્થિત રહેશે. બેઠકમાં વિધાનસભા ગૃહના નવા નેતાઓની વરણી કરવામાં આવશે તેમજ નવા મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યની હાલના સંજોગો અને 2017ના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળમાં કોનો સમાવેશ કરવો, કેવા ફેરફાર કરવા તે બાબતને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહના નવા નેતાઓની વરણી કરવામાં આવશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજે કમલમ ખાતે સાંજે 4 વાગ્યે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય નિરીક્ષણો અને ધારસભ્યો સાથેની ચર્ચા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટ્રી બેઠકમાં આનંદીબેનના રાજીનામાની વિનંતિનો સ્વીકાર થયો હતો. સાંજે પાંચ વાગ્યે આનંદીબેને રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજીનામુ આપ્યુ હતું.

Next Story
Share it