ગુજરાતના ૩૪ શહેર અને ૬ ધાર્મિક સ્થળો ૭૪૬૩ CCTV કેમેરા થી સજ્જ થશે

New Update
ગુજરાતના ૩૪ શહેર અને ૬ ધાર્મિક સ્થળો  ૭૪૬૩ CCTV કેમેરા થી સજ્જ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ રહી છે. રાજ્યમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 'સેફ એન્ડ સિક્યોર ગુજરાત' પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

જેમાં રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટ સહિત કુલ ૩૪ શહેરોમાં તેમજ ૬ ધાર્મિક સ્થળોએ ૭૪૬૩ CCTV કેમેરા ગોઠવાશે જેની પાછળ રૂપિયા ૨૪૫ કરોડનો ખર્ચ થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ વખત દરેક જિલ્લાના મુખ્ય મથકોને CCTV કવરેજ હેઠળ આવરી લેવાયા છે. કુલ ૪૦ સ્થળોએ આવા કેમેરા લગાવાશે.

આ પ્રોજેક્ટને ટૂંક સમયમાં જ પૂર્ણ કરાશે. આ પ્રોજેક્ટમાં ૪૧૬૧ ફિક્સ કેમેરા, ૨૦૦૫ ઓટોમેટીક નંબરપ્લેટ રેકોગ્નાઇઝેશન કેમેરા, ૧૨૫ રેડ લાઇટ વાયોલેશન ડીટેક્શન કેમેરા તથા ૧૧૭૨ પેન ટિન્ટ ઝૂમ કેમેરા લગાવાશે.

આ કેમેરા સર્વેલન્સ અને ટ્રાફિક સંચાલનનો મુખ્ય હેતુ સિદ્ધ કરવા માટે લગાડવામાં આવી રહ્યા છે. અગત્યના સ્થળોએ દરેક લેનદીઠ ૧- ૧ કેમેરા રહેશ જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને ટ્રાફિક નિયમન સરળતાથી થશે. ઉપરાંત કવરેજ હેઠળના વિસ્તારમાં ગુનાખોરી બનશે, તો વિડિયો ક્લિપનો ઉપયોગ કરી કોર્ટમાં વૈજ્ઞાાનિક પુરાવાઓ મુકાશે તેમજ અત્યાર સુધી માત્ર મંદિર વિસ્તારને જ પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પરંતુ આવા છ ધાર્મિક સ્થળોની એન્ટ્રી - એક્ઝિટથી લઈને સમગ્ર શહેરી વિસ્તારને હવે કેમેરાથી આવરી લેવામાં આવશે છે.

Latest Stories