/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/11_1527474877-1.jpg)
મહિલા ક્રિકેટમાં આગળ વધવા માંગતી ખુશી ઈન્ડિઅન વુમેન ક્રિકેટ ટીમમાં સામેલ થવા કરે છે તૈયારી
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરિણામ બાદ હવે ક્યાં જવું? કયા ફિલ્ડમાં અભ્યાસ કરવો તે મથામણમાં વાલીઓ પણ જોતરાઈ ગયા છે. ત્યારે ભરૂચની એમીટી સ્કૂલમાં અભ્યાસ કરતી ખુશીનો ગોલ કંઈક અલગ જ છે. 94.32 પર્સેન્ટાઈલ સાથે પાસ થયેલી ખુશીને નથી ડોક્ટર કે નથી ઈજનેર બનવું. તેને તો માત્ર સ્પર્ટ્સમાં જ ઈન્ટ્રેસ્ટ હોવાથી તે દિશામાં આગળ વધવાની ખુશીએ ખેવના વ્યક્ત કરી છે.
હજી ગઈ કાલે જ આઈપીએલ મેચની ફાઈનલ રમાતાં આખો મહિનો લોકોનાં મગજમાં સવાર ક્રિકેટનું ફિવર માંડ ઉતર્યું છે. હવે ક્રિકેટ તરફ યુવાપેઢી આકર્ષાય રહી છે. માત્ર યુવાનો જ નહીં પરંતુ યુવતીઓ પણ ક્રિકેટમાં હવે વધુ રસ દાખવથી થઈ છે. તેવી જ એક વાત ભરૂચની ખુશી મારવાડીની છે. ભરૂચનાં નંદેલાવ રોડ ઉપર આવેલા મદન નિવાસમાં રહેતા ઉપેન્દ્રભાઈ મારવાડીની દીકરી ખુશી એમિટી સ્કૂલમાંથી ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ આજે જાહેર થયેલા પરિણામમાં 94.32 પર્સેન્ટાઈલ સાથે પાસ થઈ છે. ખુશી અભ્યાસમાં તો તેજસ્વી છે જ પરંતુ સ્પોર્ટ્સમાં પણ તે એટલું જ કાઠું કાઢી રહી છે.
ખુશીએ પોતાના પરિણામ અંગેની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ તો મારા પરિવાર અને સ્કૂલનાં સ્ટાફના સપોર્ટનાં કારણે આ સફળતા મળી છે. હજી ભવિષ્યમાં ઘણી સફળતાઓ ખેડવાની છે. ત્યારે મારો રસનો વિષય રહેલા ક્રિકેટમાં મારે આગળ વધવું છે. એક દિવસ દેશ માટે મહિલા ક્રિકેટટીમમાં રમીને મારે દેશ અને ભરૂચનું નામ રોશન કરવું છે. તેના માટે મારા પરિવારનો પણ મને સપોર્ટ રહ્યો છે. હું ગુજરાત તરફથી મહિલા અંડર 16માં રમી ચૂકી છું. અને હાલ અંડર 19માં ટીમ મેમ્બર છું. ભવિષ્યમાં સારી ક્રિકેટ કારકિર્દી ઉપર મારું ફોકસ છે.