Connect Gujarat
ગુજરાત

ગુજરાતની સંસદિય ઈતિહાસની વિરલ ઘટના: વિધાનસભાગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ થયો અંકિત

ગુજરાતની સંસદિય ઈતિહાસની વિરલ ઘટના: વિધાનસભાગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ થયો અંકિત
X

ગુજરાતની સંસદીય પ્રણાલીકાનો આજે ઐતિહાસિક દિવસ છે. શુક્રવાર, તારીખ-૨૭મી જુલાઈ,૨૦૧૯ની મધ્યરાત્રીએ બાર વાગ્યેને આઠમી મિનિટે આ ઇતિહાસ અંકિત થયો. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું. રાજ્યની આ બેજોડ અને તંદુરસ્ત લોકશાહીની પરંપરાને બિરદાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા મીડિયાના મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં પણ આવો જ પ્રેમભાવ આપ સૌમાં રહે અને લોકશાહી તંત્રને વધુ મજબૂત કરવા આવી ચર્ચાઓ થતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૬ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૦૮ મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨.૦૦ કલાકે શરૂ થઈ હતી જે રાત્રિના ૧૨.૦૮ સુધી ચાલી હતી.

આજે અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી શરૂ થયેલું ૧૪મી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લા દિવસની બેઠકનું કામકાજ વિરામનો સમય બાદ કરતાં સતત ૧૨ કલાક, ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવી બિરદાવ્યો હતો.

આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષશ્રીને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગેની જાહેરાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તારીખ ૨૭-૦૭-૨૦૧૯, શનિવારે રાત્રિના ૧૨.૦૯ કલાકે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાવાર જાણકારી આપીને તમામને લોકશાહીના આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબૂત અને દીર્ઘાયુ બનાવવાના અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તારીખ:૦૬-૦૧-૧૯૯૩ અને તારીખ : ૨૭-૦૭-૨૦૧૯ આ બંને ઐતિહાસિક દિવસોના સાક્ષી કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય ધારાસભ્યો રહ્યા હતા.

Next Story
Share it