Connect Gujarat
ગુજરાત

ગુજરાતની 26 સહિત 14 રાજ્યોની 116 બેઠકો માટે મતદાન શરૂ

ગુજરાતની 26 સહિત 14 રાજ્યોની 116 બેઠકો માટે મતદાન શરૂ
X

આજે મંગળવારે તા.23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન સવારે સાતના ટકોરે શરૂ થયું છે. આ ઉપરાંત બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો પર પણ આજે મતદાન શરૂ થયું છે. એ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચાર બેઠકોની પેટાચૂંટણીનું પણ મતદાન આજે જ થઈ રહ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અમિત શાહ, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન જેવા નેતાઓ ગાંધીનગર લોકસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે. એટલે આ તમામ નેતાઓ આજે મતદાન કરશે.

ગુજરાતમાં 4.51 કરોડ મતદારોમાંથી આશરે 10 લાખ વોટર્સ એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. જ્યારે 7.38 લાખ મતદારોની ઉમર 80 વર્ષ કરતા વધારે છે. મંગળવારે ગુજરાત સહિત 13 રાજ્ય, 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 116 સીટ પર વોટિંગ થશે. તેમાં ગાંધીનગરથી અમિત શાહ, વાયનાડથી રાહુલ ગાંધી, મેનપુરીથી મુલાયમ યાદવ જેવા મોટા નેતા સામેલ છે. ગુજરાતની 26 બેઠક તથા 4 વિધાનસભા સીટ સવારે 7થી સાંજે 6 મતદાન થશે. કુલ 371 ઉમેદવારમાં સૌથી વધુ 31 સુરેન્દ્રનગર તો સૌથી ઓછા 6 પંચમહાલમાં છે.

Next Story