Top
Connect Gujarat

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
X

ગુજરાતભરમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. 130 તાલુકામાં ભારે ઝાપટાથી લઈને ચાર ઇંચ વરસાદ પડયો હતો.

જેમાં ભરૂચ, સુરત, માંગરોળ, નેત્રંગ, નવસારી, લીમખેડા, ખંભાત, પેટલાદ ,વડોદરા, ચોર્યાસી, જલાલપોર સહિતનાં વિસ્તારોમાં દેધનાધન વરસાદ પડયો હતો.

રવિવારે દિવસ દરમિયાન આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયેલું રહ્યું હતુ. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત, દિવ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ પણ વધ્યો છે. રવિવારે દિવસ દરમિયાન અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા પડ્યા હતા. દરમિયાન ગુજરાતમાં સિઝનનો સરેરાશ 91.94 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરતા આ વર્ષે સરેરાશ વરસાદ સદી વટાવી જાય તેવી શક્યતા છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. કલેકટર તેમજ મામલતદારોને હેડ ક્વાર્ટર નહિ છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.

Next Story
Share it