Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચારેબાજુ પૂરની સ્થિતિ વચ્ચે પુરા ૨૬ ગામોમાં સર્જાઇ પીવાના પાણીની સમસ્યા

ગુજરાતમાં ચારેબાજુ પૂરની સ્થિતિ વચ્ચે પુરા ૨૬ ગામોમાં સર્જાઇ પીવાના પાણીની સમસ્યા
X

છોટાઉદેપુર જિલ્લાના ૨૬ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામ પાસે સંખેડા જુથ પાણી પૂરવઠા યોજના ભાગ-2 કાર્યરત છે. હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. હેરણ નદી ગાંડીતુર બની હતી. હેરણ નદીના ધસમસતા પાણીના પ્રવાહે કિનારાના અનેક ગામોમાં તારીજા સર્જી છે.

પૂરવઠા યોજનાના વાયરો હેરણ નદીમાં આવેલા ધસમસતા પ્રવાહમાં ખેંચાઇ જવાના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઇ છે. ભરચોમાસામાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે હેરણ નદીના પટમાં વીરડી ખોદીને ગામની મહિલાઓ પાણી ભરવા મજબુર બની છે. કપડા ધોવા પણ મહિલાઓને નદીના પટમાં આવવું પડે છે.

તો સંખેડા તાલુકાના કઠોલી ગામ પાસે હેરણ નદીના પટમાં આ વિસ્તારના ૨૬ ગામોને પીવાનું પાણી આપવા માટેની જુથ પાણી પૂરવઠા યોજના ચાલે છે.હાલમાં જ હેરણ નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે હેરણ નદીમાં ૨૬ ગામની જુથ પાણી પૂરવઠા યોજનાના સર્વિસ વાયરો તણાઇ ગયા હતા.સર્વિસ વાયરો તણાવાના કારણે વાયરો અસ્ત વ્યસ્ત થયા હતા.અને તેના કારણે આ યોજનાના તમામ ગામોમાં પાણી મળતું બંધ થયું છે.

આ યોજના બંધ થતા યોજનાના લાભાંવીત ગામોમાં જ્યાં પાણી માટે અન્ય કોઇ બીજો વિકલ્પ નથી ત્યાં સૌથી વધુ મુશ્કેલી સર્જાઇ છે. કઠોલી ગામ જ્યાં ગામના કિનારે જ આ યોજના છે. તે તેમજ તેની પડોશમાં આવેલું ચાંદપુર ગામ ત્યાં પણ જુથ પાણી પૂરવઠા યોજના બંધ થવાના કારણે લોકોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામની મહિલાઓને પાણી ભરવા માટે હેરણ નદીએ જવું પડે છે. માથે બેડા મુકીને પાણી લઇને ઘરે પરત આવવું પડે છે. મહિલાઓને નદીના પટમાં ભર ચોમાસે વિરડી ખોદીને તેમાંથી પાણી ભરવું પડે છે.

મહિલાઓને ઘરના કપડા ધોવા પણ નદીએ આવવું પડી રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાના કારણે છેલ્લા પાંચ-સાત દિવસોથી ૨૬ ગામ જુથ પાણી પૂરવઠાના ગામોના લોકોને પાણીની ગંભીર સમસ્યા સર્જાયેલી છે.તો હેરણ નદી કિનારે બનેલા કૂવામાં પણ નદીના પાણી આવી જવાના કારણે અત્યંત જ ડહોળુ પાણી છે. કૂવામાં હાલમાં કાંપ અને માટીના થર જામેલા છે. કદાચ સર્વિસ વાયરોનું સમારકામ થાય પણ કૂવામાંની ગંદકી ક્યારે સાફ થશે તે હવે જોવું રહ્યું.

Next Story
Share it