Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં દરિયાઈ માર્ગે સુરક્ષા અને શંકાસ્પદ હેરાફેરી રોકવા દ્રઢ નિર્ણય : ગૃહ રાજ્ય મંત્રી

ગુજરાતમાં દરિયાઈ માર્ગે સુરક્ષા અને શંકાસ્પદ હેરાફેરી રોકવા દ્રઢ નિર્ણય : ગૃહ રાજ્ય મંત્રી
X

ગુજરાત રાજ્યમાં ૧૬૦૦ કિ.મી. જેટલા દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા તેમજ દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ સુરક્ષાનું સીધુ મોનીટરીંગ હવે એડી. ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીઓના સીધા મોનીટરીંગ હેઠળ દેખરેખ રાખવામાં આવશે.

ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા જન સુરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. દરિયાકાંઠે કોઈ પણ જાતના અસામાજીક તત્વો પ્રવેશ ન કરે તથા કોઈપણ પ્રકારનું અપકૃત્ય ન કરે તે માટે દરિયા કાંઠા વિસ્તારના સુપરવિઝન માટે આઈ.જી.પી. કોસ્ટલ સિક્યુરીટીની તમામ કામગીરી એડ.જી.પી. તથા ડી.જી.પી. મરીનને સોંપવામાં આવશે.

આ ઉપરાંત એ.ડી.જી.પી., ડી.જી.પી. તથા એ.ટી.એસ.ના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસ.પી. કક્ષાના અધિકારીઓ પણ કાર્યરત રહેશે. તેમજ આઈ.જી.પી. કમાન્ડો ફોર્સના નિયંત્રણ હેઠળ એસ.પી. ચેતક કમાન્ડો અને મરીન ટાસ્ક ફોર્સ પણ કાર્યમાં રહેશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા.

Next Story
Share it