Top
Connect Gujarat

ગુજરાતમાં મહિલાની ચોટલી કાપવાની ત્રીજી ઘટના અંકલેશ્વરમાં પ્રકાશમાં આવતા ચકચાર

ગુજરાતમાં મહિલાની ચોટલી કાપવાની ત્રીજી ઘટના અંકલેશ્વરમાં પ્રકાશમાં આવતા ચકચાર
X

દેશનાં રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બનેલી ચોટલી કાપવાની ઘટના રાજકોટ બાદ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવી છે. રાજપીપળા રોડને અડીને આવેલ મીરાનગરમાં રહેતી એક મહિલાની ચોટલી રહસ્યમય રીતે કપાઈ જતા મહિલા ખુબજ ડરી ગઈ હતી. જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ મીરા નગરમાં રહેતી મહિલા પૂનમ હિરાલાલ સીકવારના ઓ પોતાના ઘરે બેઠા હતા ત્યારે અચાનક એક બિલાડી તેઓની સામે આવી હતી, ઓચિંતા જ બિલાડીને પોતાની સામે જોઈને પૂનમબહેન ડરી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા, જોકે જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેઓની ચોટલી કપાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતુ.

ઘટના અંગેની જાણ તેઓના પતિ સહિત સ્થાનિક લોકોને તથા લોક ટોળા ભેગા થઇ ગયા હતા. અને આ રહસ્યમય ઘટનાનો ભોગ બનનાર મહિલાને સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.આ ઉપરાંત જીઆઇડીસી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તપાસ અર્થે દોડી આવ્યો હતો.

Next Story
Share it