Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ છોટાઉદેપુરમાં ઉજવાશે

ગુજરાતમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ છોટાઉદેપુરમાં ઉજવાશે
X

દેશના 73મા સ્વાતંત્રતા દિવસની ગુજરાતમાં રાજયકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવશે. છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દેશની શાન સમાન તિરંગાને સલામી આપશે.

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ૭૩ સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરમાં કરાશે.પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ પરેડ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ અવસરે છોટાઉદેપુર જિલ્લાને રૂપિયા ૬૪૨ કરોડના વિકાસલક્ષી કામોની ભેટ મળશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું રીહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Next Story
Share it