Top
Connect Gujarat

ગુજરાતમાં રાહુલ ગાંધીનાં ત્રિદિવસીય પ્રવાસ માટે આધુનિક સુવિધાઓ થી સજ્જ બસ તૈયાર કરાઈ

ગુજરાતમાં રાહુલ ગાંધીનાં ત્રિદિવસીય પ્રવાસ માટે આધુનિક સુવિધાઓ થી સજ્જ બસ તૈયાર કરાઈ
X

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 25 થી 27 સપ્ટેમ્બર ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવશે, અને કોંગ્રેસ આવે છે નવસર્જન લાવશેનાં શ્લોગન હેઠળ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસર્જન યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીનાં ત્રણ દિવસના પ્રવાસ માટે આધુનિક સુવિદ્યાથી સજ્જ બસ તૈયાર કરવામાં આવી છે.

આ બસની ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અને બસમાં સોફા અને બેડની પણ વ્યવસ્થા છે. ખાસ કરીને બસમાં લાઉડ સ્પીકર પણ હશે. આ બસનો ઉપયોગ રાહુલ ગાંધીનાં રોડ શોમાં કરવામાં આવશે.

રાહુલ ગાંધી સોરાષ્ટ્રમાં દ્વારકાથી તેમના પ્રવાસનો આરંભ કરશે. દ્વારકાથી તેઓ જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામથી થઇને અમદાવાદમાં યાત્રાના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ કરશે.

Next Story
Share it