Top
Connect Gujarat

ગુજરાતમાં JEE MAIN ના પરિણામ થયા જાહેર

ગુજરાતમાં JEE MAIN ના પરિણામ થયા જાહેર
X

  • NTAની ઓફિશિયલ વેબસાઈટjeemain.nic.in પર પરિણામ જાહેર
  • વેબ સાઈટ પર JEE Main પરીક્ષાના પેપર-1નું પરિણામ જોઈ શકાય છે
  • દિલ્લીના શુભન શ્રીવાસ્તવે કર્યું ટૉપ

JEE MAIN પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. પરિણામ જાહેર કરવાના સમયે સાઈટ બરાબર ન ચાલવાના કારણે તેમાં થોડો વિલંબ થયો અને સાઈટ સતત ડાઉન થઈ રહી હતી.જેના કારણે વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.24 વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગ કૉલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE MAIN પૂરેપૂરા 100 ગુણ મેળવ્યા છે. JEE MAIN 2019ના પેપર-1માં ટૉપ કરનારા વિદ્યાર્થીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. દિલ્લીના શુભન શ્રીવાસ્તવે ટૉપ કર્યુ છે. વળી, બિહારના અવિનભ ભારદ્વાજ, ચંદીગઢના દિશાંક જિંદલ, હરિયાણાના દ્રવ્ય મારવાહા, ઉત્તર પ્રદેશના હિમાંશુ ગૌરવ સિંહ, ઉત્તરાખંડના પ્રતીક તીબ્રેવાલે ટૉપ કર્યુ છે.JEE MAIN પરીક્ષામાં દેશભરના વિભિન્ન કેન્દ્રો પર 7, 8, 9, 10 અને 12 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવી હતી.

પરીક્ષામાં લગભગ 10.25 લાખ વિદ્યાર્થીઓ શામેલ થયા હતા. જેઈઈ પેપર વન (BE/B.Tech) માટે, જેઈઈ પેપર 2 B.Arch/ B. Planning) માટે હોય છે. જેઈઈ પરીક્ષા પ્રતિષ્ઠિત એન્જીનિયરીંગ સંસ્થાઓ જેવી કે NITS, IIITS, CFTIS માં એન્જિનિયરીંગ અને આર્કિટેક્ચર કોર્સિસમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે.

Next Story
Share it