ગુજરાતી ફિલ્મ “રતનપુર”નું ટ્રેલર રિલીઝ

0

ગુજરાતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત “રતનપુર“નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેને દર્શકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની ફિલ્મ રતનપુર થી ગુજરાતી ફિલ્મ પણ અન્ય ભાષાની ફિલ્મોની હરોળમાં અંક્તિ થશે. પારિવારિક, કોમેડી, રોમાન્સ થી ભરપૂર ફિલ્મો દર્શકોએ પસંદ કરી છે, ત્યારે હવે રતનપુર ફિલ્મમાં ફિલ્મ રસિકોને મર્ડર મિસ્ટ્રી થી ભરપુર મનોરંજન જોવા મળશે.

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા તુષાર સાધુ, અભિનેત્રી પ્રિયંકા તિવારી, વિશાલ વૈશ્ય, ઉદય ડાંગર, હરેશ ડાઘીયા, જય પંડયા, સુનિલ વાઘેલા, રિયા સુબોધ, શિવાની ભટ્ટે અભિનયના ઓજસ પાથર્યા છે.

રતનપુર ફિલ્મ જાણીતા દિગ્દર્શક વિપુલ શર્માએ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. જ્યારે ફિલ્મમાં સંગીત જતીન પ્રતીકે આપ્યુ છે, ફિલ્મનાં ગીતમાં લોકપ્રિય ગાયિકા સુનિધી ચૌહાણે સ્વર આપ્યો છે. કોરિયોગ્રાફર રાજીવ દિનકર, એક્શન ડાયરેક્ટર યુસુફ માસ્ટર અને પાર્થ હરિયાની, આર્ટ ડાયરેક્ટર મઝાર ખાન, ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી રૂપાંગ આચાર્ય, અને પ્રશાંત ગોહેલ, પ્રોડયુસર કંટ્રોલર ફાલ્ગુન ઠાકોર, કોસ્યુમ ડિઝાઈનર પૌરવી જોષીની ટીમ દ્વારા ફિલ્મને સફળતાનાં શિખરે લઇ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી  છે, જ્યારે પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટનાં એમ એસ જોલી, કો પ્રોડયુસર યોગેશ પારિક દ્વારા ફિલ્મને પ્રોડયુસ કરવામાં આવી છે.

જ્યારે આ ફિલ્મને સફળ બનાવા ફિલ્મના એક્ઝીક્યુટીવ પ્રોડયુસર શૈલેષ ડોડીયાનો પણ મહત્વનો ફાળો રહયો છે. ફિલ્મનાં ક્રિયેટિવ હેડ ડો.ખુશ્બૂ પંડયા સોશ્યલ મીડિયા ક્ષેત્રમાં PHD કરનાર ભારત દેશની પ્રથમ મહિલા છે. તેઓનાં જ્ઞાનનો ફિલ્મને અત્યંત લાભ મળ્યો છે, જે ફિલ્મ જોતાજ ઉડીને આંખે વળગશે.

રતનપુર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે, જેને ફિલ્મ રસિકો દ્વારા પસંદ કરવામાં આવી રહયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here