Top
Connect Gujarat

ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ઓરિએન્ટેશન સેરેમની કાર્યક્રમ યોજાયો

ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ઓરિએન્ટેશન સેરેમની કાર્યક્રમ યોજાયો
X

ભુજ ખાતેની ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે પેરન્ટસ એન્ડ સ્ટુડન્ટસ ઓરિએન્ટેશન કાર્યક્રમ અને વ્હાઇટ કોટ સેરેમનીનું ભવ્ય આયોજન ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે KSKV યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો.સી.બી.જાડેજા, સાંસદ ડો.વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માઘપરિયા, હેલ્થ કેર હેડ ડો.પંકજ દોશી, મેડિકલ ડિરેક્ટર ડો.જ્ઞાનેશ્વર રાવ, ડીન ડો.ગુરુદાસ ખિલ્લાની, ડો.ભાદરકર સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અદાણી હોસ્પિટલની ઝાંખી પણ દર્શાવવામાં આવી હતી. જ્યારે નવા વિદ્યાર્થીઓને અગ્રણીઓ દ્વારા વ્હાઇટ કોટ પહેરાવીને શુભેચ્છા પાઠવીને કોલેજનાં ડીન દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે એક્સેલેન્સ એવોર્ડ રૂપે યુનિવર્સિટી રેન્કર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

વધુમાં અદાણી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર માટે સાંસદ ડો.વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ કૌશલ્યાબેન માઘપરિયા દ્વારા રૂપિયા 50 - 50 લાખની સહાય કરવામાં આવી હતી. અને કોલેજનાં સિનિયર્સ દ્વારા નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રીશી પટેલ, ડો.ધ્વનિ દેસાઈ તથા આભારવિધિ ડો.કોસા દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.

Next Story
Share it