ગુજરાત પોલીસ દળમાં અદ્યતન સુવિધાથી સજ્જ પ૦ મોટરબાઇક સામેલ

New Update
ગુજરાત પોલીસ દળમાં અદ્યતન સુવિધાથી સજ્જ પ૦ મોટરબાઇક સામેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધા સજ્જ પ૦ મોટરબાઇક ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. તેમણે હિરો હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા દ્વારા ગુજરાત પોલીસને CSR એકટીવીટી તહેત અપાયેલા આ બાઇક પોલીસ દળની કાર્યદક્ષતા વધારનારા બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી સેફટી હેલ્મેટથી સજ્જ આ પ૦ બાઇકને પ્રસ્થાન સંકેત આપી રાજ્યના નાગરિકોની સેવા માટે પોલીસ દળને અર્પણ કર્યા હતા. વિજય રૂપાણીએ આ બાઇકર્સ હાલની PCR વાન સમકક્ષ ટુવ્હીલર છે તેમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર – સુરક્ષા સલામતિ પ્રબંધન ઝડપી થઇ શકશે. મુખ્યમંત્રીએ આ મોટરબાઇકને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories