Connect Gujarat

ગુજરાત : રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં “લોકડાઉન” જાહેર

ગુજરાત : રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં “લોકડાઉન” જાહેર
X

ગુજરાતમાં રવિવારે જનતા કરફયુ બાદ કોરોના વાયરસના પોઝીટીવ કેસનો આંકડો ધીમે ધીમે બહાર આવવા લાગ્યો છે. પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયસરના ત્રણ પોઝીટીવ કેસ બહાર આવ્યાં બાદ તાત્કાલિક અસરથી લોકડાઉન જાહેર કરાયું છે.

ગુજરાતમાં

કોરોના વાયરસથી સુરતના વૃધ્ધનું મોત થઇ ચુકયું છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ

કોરોના વાયરસના ત્રણ પોઝીટીવ કેસ સામે આવતાં સરકારમાં દોડધામ મચી ગઇ છે. રાજયના

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચનાથી ગાંધીનગરમાં તાત્કાલિક અસરથી લોકડાઉન જાહેર કરી

દેવામાં આવ્યું છે. તારીખ 25મી માર્ચ

સુધી ગાંધીનગરમાં લોકડાઉન રહેશે. જે અંતર્ગત અનાજ- કરિયાણા અને દુધ સહિતની જીવન

જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરતી સિવાયની તમામ દુકાનોને ફરજિયાત બંધ રાખવામાં આવશે

અને તમામ બજારો બંધ રહેશે તેમજ તમામ કાર્યક્રમો રદ કરી દેવાયાં છે. ગાંધીનગરના

મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના પોઝીટીવ કેસ મળી આવ્યાં

બાદ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. તારીખ 25મી માર્ચ સુધી લોકડાઉન અમલમાં રહેશે.

ગાંધીનગરના લોકોને આ લોકડાઉનમાં સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.

Next Story
Share it