Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજયના પોલીસતંત્રના 13 અધિકારીઓ- જવાનોની મેડલ માટે પસંદગી

ગુજરાત રાજયના પોલીસતંત્રના 13 અધિકારીઓ- જવાનોની મેડલ માટે પસંદગી
X

ગુજરાત રાજયના પોલીસતંત્રમાં ફરજ બજાવી રહેલાં 13 અધિકારીઓ તથા જવાનોને વિશિષ્ટ સેવા તથા પ્રસંશનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે. 14મીના રોજ રાષ્ટ્રપતિએ મેડલ મેળવનારાઓ અધિકારીઓ અને કર્મચારીઓના નામની જાહેરાત કરી છે.

રાજયના સીઆઇડી વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરીના પીઆઇ શૈલેષ રાવલની વિશિષ્ટ સેવાની કેટેગરીમાં મેડલ માટે પસંદગી થઇ છે. પ્રસંશનીય સેવા માટેના મેડલમાં ભાવનગરના ડીવાયએસપી પી.એ.ઝાલા, આણંદના ડીવાયએસપી આર.એલ.સોલંકી અને બી.ડી.જાડેજા, અમદાવાદ વેર્સ્ટન રેલ્વેના ડીવાયએસપી પી.પી. પીરોજીયા, અમદાવાદ શહેર ડીવાયએસપી એ.એમ. પટેલ, ગાંધીધામના ડીવાયએસપી એ.એમ.સૈયદ, ચેલા (જામનગર)ના ડીવાયએસપી એમ.એમ.પટેલ, રાજય કોમ્યુનીકેશન વિભાગના પીએસઆઇ એન.આર. સુથાર, વલસાડના પીએસઆઇ એલ.આર. મકવાણા, સુરતના હેડ કોન્સ્ટેબલ સત્યપાલ તોમર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ રાઠોડ અને પ્રતાપજી સુખાજી ચૌહાણનો સમાવેશ થવા જાય છે.

Next Story
Share it