Top
Connect Gujarat

ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘ આયોજિત રંગપુરણી ચિત્ર સ્પર્ધામાં અંકલેશ્વરની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્ર કૃતિ તરીકેની પસંદગી પામી

ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘ આયોજિત રંગપુરણી ચિત્ર સ્પર્ધામાં અંકલેશ્વરની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્ર કૃતિ તરીકેની પસંદગી પામી
X

અંકલેશ્વરની શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શાળાના તેમજ સી ટી એમ શાહ એન્ડ AVM વિદ્યા મંદિરના બે વિદ્યાર્થીઓની કૃતિ શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદગી પામી હતી. આ ચિત્ર સ્પર્ધા ખેડા જિલ્લાના બોરસદ તાલુકાના વહેરા ગામની થી એકસીડન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ ચિત્રકુટ તરીકે પસંદગી પામેલી વિદ્યાર્થીની પટેલ પાયલ અને મોમેન્ટો તેમજ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

[gallery td_gallery_title_input="ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘ આયોજિત રંગપુરણી ચિત્ર સ્પર્ધામાં અંકલેશ્વરની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્ર કૃતિ તરીકેની પસંદગી પામી" td_select_gallery_slide="slide" size="large" ids="92865,92866,92867"]

આ એવોર્ડ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાનમંત્રી સી ડી પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્કૂલના ચિત્ર શિક્ષક મહેશભાઈ વસાવાને પણ સન્માનિત કરાયા હતા એમનું પણ મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી વિશિષ્ટ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે આદર્શ સ્કૂલ ખાતે આજરોજ સ્કૂલના ટ્રસ્ટી ગણ દ્વારા સ્કુલની વિદ્યાર્થીની પટેલ પાયલ તેમજ મહેશભાઈ વસાવાનું શિક્ષકો,ટ્રસ્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીનીએ ગુજરાતભરમાં અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું.

Next Story
Share it