Top
Connect Gujarat

ગુજરાત રાજ્ય ના પોલીસવડા ની ઓચિંતી બદલીએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો.

ગુજરાત રાજ્ય ના પોલીસવડા ની ઓચિંતી બદલીએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો.
X

તેમના સ્થાને એસીબીના વડા પી.પી.પાન્ડેને ચાર્જ સોંપાયો.

ગુજરાત રાજ્ય પોલીસવડા પી.સી.ઠાકોર ની કેન્દ્ર દ્વારા દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર તાકીદની બદલી કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

કાલે સવારે શું થવાનું છે તે કોઈજ કહી નથી શકતું,અને આવુજ કંઇક ગુજરાત રાજ્યના પોલીસવડા પી.સી.ઠાકોર સાથે બન્યું હતું.સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય અને અચાનક તેઓની તાકીદની બદલીનો ઓર્ડર કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો હતો.પી.સી.ઠાકોર ને દિલ્હી ડેપ્યુટેશન માં બદલી કરવામાં આવતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.

રાજ્યના પોલીસ તંત્રને વિચારવા પર મજબુર કરીદે તેવા આ નિર્ણય બાદ રામ નવમીની રાત્રીએ તેઓનો ચાર્જ એસીબીવડા સિનીયર અનુભવી એવા પી.પી.પાન્ડેને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ તંત્ર ના 1979 બેચ ના સિનીયર પોલીસવડા પી.સી.ઠાકોર હતા,હવે તેઓનાં સ્થાન નો હવાલો 1980 બેચ ના કાર્યદક્ષ અને અનુભવી એવા પૃથ્વીપાલ પાન્ડે ને સોંપવામાં આવ્યો છે.જોકે આ ચર્ચાઓ સાથે 2017 સુધીમાં રાજ્યના પોલીસ વડા તરીકેની નિમણૂક ગીતા જોહરીની કરવામાં આવશે તેવી અટકળો પણ શરૂ થઇ છે

Next Story
Share it