Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની 56મી વાર્ષિક સાધારણ સભા મળી 

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની 56મી વાર્ષિક સાધારણ સભા મળી 
X

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લી,ગાંધીનગર ની 56 મી વાર્ષિક સાધારણ સભા હાંસોટ ની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.પંડવાઈ ખાતે મળી હતી.

રાજ્ય સરકારના સહકાર મંત્રી તેમજ પંડવાઈ શુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી આ વાર્ષિક સાધારણ સભામાં રાજ્યભર માંથી શુગર ફેકટરીના ચેરમેન,વાઇસ ચેરમેન તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત શુગર ફેડરેશનની વાર્ષિક સાધારણ સભામાં પંડવાઈ શુગરને ટેક્નિકલ એફિસિયન્સીનો તૃતીય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શુગર ફેક્ટરીઓ માં અદ્યતન ટેક્નોલોજી નો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન ક્ષમતા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Next Story