Connect Gujarat
ગુજરાત

ગુજરાત : લોકોની બગડી શકે છે દિવાળી, કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત : લોકોની બગડી શકે છે દિવાળી, કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
X

રાજયભરમાં હાલ હવામાન વિભાગ તરફથી ફરી એક વખત વાતાવરણમાં પલટાને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. નવરાત્રિ બાદ હવે દિવાળીના ટાણે ફરી એક વખત કમોસમી વરસાદ પડાવની શક્યતા વર્તાઇ રહી છે.

નવરાત્રિ બાદ હવે દિવાળીમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મેઘરાજા ફરી દિવાળીમાં કમોસમી વરસાદને લઈને આવવાના છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે ખાસ કરીને વાઘબારસ અને ધનતેરસના દિવસે વરસાદ પડી શકે છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આ ઘટના થવા પામી છે ક્યારે ૨૯ અને ૩૦ ઓક્ટોબરે કચ્છ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.

જોકે કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે પોરબંદરના દરિયામાં વાવાઝોડા સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અનેક જિલ્લાઓમાં પણ વરસાદ થઇ શકે છે ત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રિ બાદ હવે લોકોને દિવાળીની પણ મજા બગડી શકે છે તથા અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે કેટલીક જગ્યાએ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહે છે ત્યારે કમોસમી વરસાદથી અન્નદાતાને પણ મોટા પાયે પાકમાં નુકસાન થઈ શકે છે.

Next Story