Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત
X

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયાના

વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્યો ડૉ. અનિલ જોશીયારા, અભેસિંહ તડવી અને અરવિંદભાઇ પટેલ સહિતના સભ્યોની સમિતિએ ગઇકાલે બપોર બાદ

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ભુગર્ભ

જળવિદ્યુત મથક વગેરેની મુલાકાત લીધી હતી.

ગુજરાત

વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયાના વડપણ હેઠળની

આ સમિતિ સાથે ઉદ્યોગ, ખાણ

ખનીજ વિભાગના નાયબ સચિવ ડી.જી. ચૌધરી, ખાણ

ખનીજના અધિક નિયામક ડી.એમ. સોલંકી, સીનીયર

ભુસ્તરશાસ્ત્રી જે.એમ. પટેલ, ગુજરાત

વિધાનસભાના ઉપસચિવ વિનોદ રાઠોડ અને સેક્સન અધિકારી સહિતના અધિકારીઓ અને અન્ય

સ્ટાફગણ પણ સાથે જોડાયા હતાં. આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક

ઇજનેર દલવાણી સહિતના અન્ય ઇજનેરો પણ સાથે રહીને નર્મદા ડેમ અને ભુગર્ભ જળવિદ્યુત

મથક અંગેની જરૂરી તકનીકી જાણકારી આ સમિતિને આપી હતી.

સમિતિના સભ્યઓએ કેવડીયા ખાતે આગમન થયા બાદ સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની

મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં

ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી

પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક

સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ

પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક

નિહાળી હતી.

ત્યારબાદ આ સમિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે

નિગમના નાયબ ઇજનેર દલવાણીએ નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતોથી

સમિતિને વાકેફ કરી હતી અને ત્યારબાદ ભુગર્ભ જળવિદ્યુત મથકની પણ મુલાકાત લઇ આ

યુનીટો દ્વારા ઉત્પાદન થતા વીજ વિતરણની કાર્યપધ્ધતિની પણ ઇજનેરો પાસેથી જાણકારી

મેળવી હતી.

મુલાકાત દરમિયાન સમિતિના લાયઝન અધિકારી તરીકે જિલ્લા આશ્રમ શાળા અધિકારી ગરાસીયા

અને સહ લાયઝન અધિકારી તરીકે રાજપીપલાના જીઓલોજીસ્ટ કેયુર

રાજપુરા પણ સમિતિની સાથે રહ્યાં હતાં.

Next Story