Connect Gujarat
ગુજરાત

ગુજરાત : વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન ઓડિયો-વિડીયો રેકોર્ડીંગ કરી વાયરલ કરવો વિશેષાધિકારનો ભંગ ગણાશે

ગુજરાત : વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન ઓડિયો-વિડીયો રેકોર્ડીંગ કરી વાયરલ કરવો વિશેષાધિકારનો ભંગ ગણાશે
X

સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, તા. ૧૨મી જુલાઈ ૨૦૧૯ના રોજની વિધાનસભા ગૃહની કાર્યવાહી સમયે શિક્ષણ વિભાગની માંગણીઓ અંગેની ચર્ચા દરમ્યાન વાંસદા મત વિસ્તારના ધારાસભ્ય અનંતકુમાર પટેલે તેમના વિસ્તારમાં આવેલી શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી કે ગૃહમાં ચાલતી કાર્યવાહીના વિડિયો ફરે છે, અને તેઓ પણ વિડિયો ઉતારીને મોકલાવશે તો શું તે કેટલું હિતાવહ ગણાશે..?

ગૃહની કાર્યવાહી દરમ્યાન કોઈ પણ સભ્ય દ્ધારા ઓડિયો કે વિડીયો રેકોર્ડિંગ કરી તેને વાઈરલ કરવો તે બાબત તેવા સભ્ય દ્ધારા ગેરવર્તણૂક સમાન છે, તે બાબત નિ:શંક છે. આ બાબત વિશેષાધિકારનો ભંગ બને છે કે કેમ તે પણ વિચારણા માંગી લે છે. આ પ્રકારે જો વિડિયો ફરતા હોય તો તે હકીકત ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે : સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા.

Next Story
Share it