Top
Connect Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આઈબીનો ચોંકાવનારો સર્વે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આઈબીનો ચોંકાવનારો સર્વે
X

ગુજરાતમાં ચૂંટણીને આડે હવે ગણતરીનાં જ મહિનાઓ રહ્યા છે. ત્યારે બન્ને પક્ષો ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. અને ચૂંટણી અંગે ઇન્ટેલીજન્સ બ્યૂરો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેના આંકડા જોઈને ભાજપ અને કોંગ્રેસનાં કપાળે ચિંતાની લકીર ઉપસી આવે તેમ લાગી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ આઈબીનાં સર્વે અનુસાર 182 બેઠકો ઉપર કરવામાં આવેલ સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માંથી કોઈપણ પક્ષને સીધી રીતે બહુમતી મળતી દેખાતી નથી. જ્યારે અપક્ષ આ વખતે બે અંકમાં બેઠક મેળવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

ભાજપે આગામી 2017ની ચૂંટણીમાં 150 બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ 125 બેઠકો મળવાનો દાવો કર્યો છે, પણ આઈબીના અહેવાલ અનુસાર જો હાલમાં ગુજરાતમાં ચૂંટણી થાય તો ભાજપને 69 બેઠકો મળે અને કોંગ્રેસને 75 બેઠકો મળી શકે તેમ છે. આ બન્નેમાંથી કોઈ પક્ષને સીધી રીતે બહુમતી મળતી દેખાતી નથી. ત્યારે અપક્ષ ઉમેદવારોને 10 બેઠક મળે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે સરકાર બનાવવામાં અપક્ષની ભૂમિકા મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે.

આમ ન્યુઝ ચેનલોનાં સર્વે બાદ આઈબી દ્વારા કરવામાં આવેલા સર્વેનાં અહેવાલો મિડીયામાં પ્રસિદ્ધ થતા રાજકીય પક્ષોએ તેના પર મંથન કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ કહેવાય છે.

Next Story
Share it