Top
Connect Gujarat

ગેપ સંસ્થા અમદાવાદ અને મોડાસાના ઉપક્રમે બાળકોને શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી કીટનું વિતરણ

ગેપ સંસ્થા અમદાવાદ અને મોડાસાના ઉપક્રમે બાળકોને શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી કીટનું વિતરણ
X

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં એચઆઇવી ગ્રસ્ત લોકો અને બાળકો માટે કામ કરતી સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાજિક સંસ્થાઓ અને લોકો સાથે મળી લોકોને મદદરૂપ થવા માટે વિવિધ કાર્યક્રમો કરી રહી છે. આ સંસ્થામાં કેટલાક વર્ષોથી બાલ મુકુંદ યોજના પણ ચલાવાય છે. જેમાં બાળકોને શારીરિક તેમજ શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટે સામાજિક સંસ્થાઓ સાથે મળી દરવર્ષે રોગ્યલક્ષી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. વેકેશન પૂરું થતાં ગેપ સંસ્થા સામાજિક કાર્યકરો સાથે મળી બાળકોને શિક્ષણ આરોગ્ય લક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="97868,97869"]

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ બાળકોને આરોગ્ય તેમજ શિક્ષણલક્ષી કીટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજીયન યુવાન મીત પંડ્યા પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવણી કરી હતી અને પોતે વિદેશ અભ્યાસ અર્થે જવાનું હોય તો પણ દર વર્ષે આ સંસ્થા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરશે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર નિલેશ જોષી,અતુલ પંડ્યાએ બાળકોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ગેપ સંસ્થાના જોગિંદર ઉપાધ્યાય અને અલ્પેશ ઉપાધ્યાયે ભારે જહેમત ઉઠાવી હતી

Next Story
Share it